रविवार, 25 फ़रवरी 2018

chandrasinhji sagbara darbar

રાજમાન કુંવર શ્રી ચંદ્રસિંહજી ચૌહાન સાગબારા સ્ટેટ ના છેલ્લા રાજા શ્રી કરનસિંહજી ના સુપૂત્ર હતા. તે સરળ અને શાંત સ્વભાવના હતા.તેમની માતા નુ નામ નાનાબા હતુ. જે રાજમાન રાજા શ્રી કરનસિંહજી ના સૌથી મોટા રાણીસાહેબ હતા.જે કાઠી સ્ટેટ ના રાજાશ્રી માનસિંહજી ના બહેન હતા.ચંદ્રસિંહજી કરનસિંહજી  પછી સાગબારા સ્ટેટ ના રાજા થવાના હતા. પણ કેટલાક દરબારીયો ના છલ કપટ ના કારણે તે સાગબારા ની રાજગાદી પર ન બેસી શકયા હતા.પણ તેમને સાગબારા સ્ટેટ ની રાજગાદી ન મળી પણ  તેમને પોતાની કુળદેવી પાંડોરી માતા(દેવમોગરા) મંદિર નુ સંચાલન વારસા માં પોતાના પિતા રાજમાન રાજા શ્રી કરનસિંહજી તરફ મળ્યુ હતુ. અને દર વષઁ માહાશિવરાત્રિ એ માતાજી ની પૂજા અચઁના અને સ્નાન વિધિ કરતા હતા.   રાજમાન કુંવર શ્રી ચંદ્રસિંહજી એ 26/12/2010 ના રોજ અંતિમ શ્ર્વાસ લીધા હતા.